- યાર્ડમાં ખેડૂતોને ઉંચા ભાવ મળી રહેતા રાહત
- સફેદ કાંદાની આવકમાં આગામી 20 દિવસ બાદ વધારો નોંધાશે,મે માસ સુધી ડુંગળીની આવક થતી રહેશે
છેલ્લા ચારેક દિવસથી મહુવાના માર્કેટીંગ યાર્ડમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત તા.૫મીએ લાલ ડુંગળીની ૪૦,૧૫૦ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૨૭૩ ઉંચા ભાવ મળ્યા હતા. જયારે સફેદ ડુંગળીની ૨૨૦૨૧ થેલીનું વેચાણ થયુ હતુ. જે રૂા ૩૮૦ના ઉંચા ભાવ મળ્યા હતા. જયારે તા.૬ના રોજ લાલ ડુંગળીની ૩૨૧૧૪ થેલીનું વેચાણ થયુ હતુ.જેના ૩૨૦ ના ઉંચા ભાવ મળ્યા હતા.જયારે સફેદ ડુંગળીની ૧૬૬૬૧ થેલીનું વેચાણ થયુ હતુ. જેના રૂા ૪૦૧ ઉંચા ભાવ મળ્યા હતા. જયારે તા.૭મીએ લાલ ડુંગળીની કુલ ૩૨,૪૧૦ થેલીઓનું તેમજ સફેદ ડુંગળીની ૨૮,૮૯૦ થેલીનું વેચાણ નોંધાયુ હતુ. જેમાં લાલ ડુંગળી રૂા ૨૮૦ના ઉંચા ભાવે અને સફેદ ડુંગળી રૂા ૩૭૨ ના ઉચા ભાવે વેચાઈ હતી. ત્રણ દિવસ દરમિયાન મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની કુલ મળીને ૧,૦૪,૬૭૪ ગુણીની આવક થઈ હતી જયારે સફેદ ડુંગળીની આવક ૬૭,૫૭૨ ગુણીની થઈ હતી. હાલ સફેદ ડુંગળીની આવક નહિવત છે જે આગામી ૧૫ થી ૨૦ દિવસ બાદ વધશે. લાલ ડુંગળીની યાર્ડોમાં આવક આગામી મે માસ સુધી ધમધમતી રહેશે.તેમ મહુવા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ હતુ.


