Gujarat

ગુજરાતમાં બે દિવસ વરસાદનો આંશિક વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદનું એલર્ટ

By GS TEAM
1 Sep 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા બે દિવસ વિરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી 2-3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની શક્યતા છે. જ્યારે 4 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં બે દિવસ વરસાદનો આંશિક વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદનું એલર્ટ

Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા બે દિવસ વિરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી 2-3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની શક્યતા છે. જ્યારે 4 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (2 સપ્ટેમ્બર) નવસારી, વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

4 સપ્ટેમ્બરની આગાહી 

રાજ્યમાં આગામી 4 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. જેમાં આ દિવસે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

5-6 સપ્ટેમ્બરની આગાહી 

આગામી 5-6 સપ્ટેમ્બરના રોજ રાજ્યના 28થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં 5-6 સપ્ટેમ્બરે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: જામનગર: એક સાથે પિતા-બે પુત્રોની અર્થી ઉઠતાં ગામ હિબકે ચડ્યું, ગણેશ વિસર્જન સમયે ડૂબવાથી થયું હતું મોત

7 સપ્ટેમ્બરની આગાહી

7 સપ્ટેમ્બરે રાજ્યના 27 જિલ્લામાં યલો ઍલર્ટ છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.