Get The App

કાસમઆલા ગેંગના હુસેન સુન્નીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો

અમારી સામે ફરિયાદ કરીશ તો સૂરસાગરમાં ફેંકી દઇશ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
કાસમઆલા  ગેંગના હુસેન સુન્નીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો 1 - image

 વડોદરા.હાથીખાના વિસ્તારમાં કાસમઆલા ગેંગના હુસેન સુન્નીએ રિક્ષા ડ્રાઇવર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

હાથીખાના તુલસીમાતાના મંદિર પાસે રહેતા નાવેદઅલી મહોરમઅલી અનસારીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨ જી તારીખે હું રિક્ષા લઇને હાથીખાના પાણીની પરબ રિક્ષા સ્ટેન્ડ પાસે ઊભો હતો. તે દરમિયાન કાર લઇને હુસેન કાદરમીયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન કારેલીબાગ) તથા મોહંમદ  હલીમ ઉર્ફે હલીમા સલીમખાન  પઠાણ ( રહે. મનસુરી કબ્રસ્તાન, મોતીનગર) આવ્યા હતા. મને ગાળો બોલી હુસેન સુન્નીએ મને ગાલ પર થપ્પડ મારીને કહ્યું કે, તું મારા ભાઇ અકબરના  છોકરાઓને સ્કૂલમાં મૂકવા જાય છે. તેઓને મૂકવા જવા નહી અને અકબરની  પત્નીનો રિક્ષા માટે ફોન આવે તો  પણ તારે જવું નહીં.જો તુ રિક્ષા લઇને ગયો તો તને જીવતો છોડીશ નહીં. મોહંમદહલીમે મને ધમકી આપી હતી કે, અમારા વિરૃદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ તો તને નહીંતર સૂરસાગરમાં નાખી દઇશ. તેણે પણ મને ધમકી આપી ઝઘડો કર્યો હતો.