Get The App

પત્ની રોકડ અને ઘરેણાં લઈ પિયર જતી રહેતા પતિની ફરિયાદ

આડા સંબંધના આક્ષેપ, ખોટા કેસમાં ફસાવવાની ધમકીનો પણ ઉલ્લેખ, પોલીસે તપાસ શરૂ કરી

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
પત્ની રોકડ અને ઘરેણાં લઈ પિયર જતી રહેતા પતિની ફરિયાદ 1 - image

રાવપુરા વિસ્તારમાં ૨૫ વર્ષના શિવમ રાજપુતે પત્ની વિરુદ્ધ રોકડ રકમ અને ઘરેણાં લઈને પિયર જતા રહેવાની તેમજ અન્ય પુરુષો સાથે આડા સંબંધ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, વર્ષ ૨૦૨૫માં લગ્ન માટેની વેબસાઈટ મારફતે શિવમનો સંપર્ક સ્નેહાકુમારી ચોટલા (રહે- ઉત્તરપ્રદેશ - મુળ રહે- દિલ્હી) સાથે થયો હતો. શિવમ ઉત્તર પ્રદેશ જઈ સ્નેહા તથા તેના પરિવારજનોને મળ્યો હતો. ત્યારબાદ રીત-રિવાજ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ પત્નીના અન્ય પુરુષો સાથે આડા સંબંધ હોવાની બાબતે વારંવાર ઝઘડા થતા હતા. સ્નેહા દિપક નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાનું તેણે જણાવ્યું છે. દિપકે ફોન પર તેને ધમકીભર્યા શબ્દોમાં વાત કરી હતી. વધુમાં, પિયરમાં કૃષ્ણા યાદવ નામના અન્ય વ્યક્તિ સાથે પણ પત્નીના સંબંધ હોવાના આક્ષેપ કર્યા છે.

પત્ની તેને સ્ત્રી અત્યાચાર કાયદા હેઠળ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. સ્નેહા રૂ. ૧.૨૦ લાખ રોકડા તેમજ ચાંદીના છડા અને વીંટી લઈને પિયર જતી રહી હોવાનું પણ જણાવાયું છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.