Get The App

શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ ૧ અને ૨ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધોરણ ૧ અને ૨ના બાળકોનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર કરાશે 1 - image

વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં અભ્યાસ  કરતા બાલમંદિર અને ધો. ૧ તથા ૨ના વિદ્યાર્થીઓનું  હવે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર થશે.આ કાર્ડ ગુજરાત એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કાન્સિલ અને સમગ્ર શિક્ષા ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

આ કાર્ડમાં શિક્ષકો દ્વારા બાળકોના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.અભ્યાસ દરમિયાન જોવા મળેલી બાળકોની સારી ટેવો, પડકારલક્ષી બાબતો,  સુધારાલક્ષી બાબતો, બાળકોની ક્ષમતા વગેરે બાબતોની આ કાર્ડમાં નોંધ કરવામાં આવશે.તેની સાથે સાથે વાલીઓનો આ બાબતે શું પ્રતિભાવ છે તેનો ઉલ્લેખ પણ આ કાર્ડમાં કરવામાં આવશે.આ ઉપરાંત બાળક અંગે તેના સહાધ્યાયીના અભિપ્રાયનો પણ રિપોર્ટ કાર્ડમાં સમાવેશ કરાશે.આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ શિક્ષકો તૈયાર કરીને આગળના વર્ગના શિક્ષકોને આપશે.જેથી શિક્ષકો બાળકોની જે નબળાઈ છે તેને સુધારી શકે છે.

સામાન્ય રીતે આ પ્રકારનું હોલિસ્ટિક  પ્રોગ્રેસ કાર્ડ ખાનગી સ્કૂલોમાં તૈયાર કરાતું હોય છે પણ હવે શિક્ષણ સમિતિની સ્કૂલો પણ પહેલી વખત આ નવતર યોજના પર અમલ કરશે.