Gujarat

VIDEO | સુરતીઓ ધૂળેટીના રંગ સાથે લાગણીના રંગે રંગાયા, DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
ઉત્સવપ્રેમી સુરતીઓએ ધૂળેટીના પાવન તહેવારને આ વર્ષે ભારે ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવી શહેરને રંગમય બનાવી દીધું હતું. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અબીલ-ગુલાલની છોળો ઉડવા લાગી હતી. નાના બાળકોથી લઈને મોટા લોકો સૌ કોઈ પિચકારીઓ અને રંગોથી એકબીજાને રંગી “હોલી હૈ”ના નાદ સાથે આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | સુરતીઓ ધૂળેટીના રંગ સાથે લાગણીના રંગે રંગાયા, DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ

Surat Holi : ઉત્સવપ્રેમી સુરતીઓએ ધૂળેટીના પાવન તહેવારને આ વર્ષે ભારે ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવી શહેરને રંગમય બનાવી દીધું હતું. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અબીલ-ગુલાલની છોળો ઉડવા લાગી હતી. નાના બાળકોથી લઈને મોટા લોકો સૌ કોઈ પિચકારીઓ અને રંગોથી એકબીજાને રંગી “હોલી હૈ”ના નાદ સાથે આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા.

સુરતીઓ ધૂળેટીના રંગ સાથે લાગણીના રંગે રંગાયા

શહેરની સંખ્યાબંધ રહેણાંક સોસાયટીમાં વિશેષ આયોજન સાથે ધૂળેટી સેલિબ્રેશન યોજાયું હતું. ફુવારા ગોઠવીને રેઈન ડાન્સની મજા માણવામાં આવી હતી. DJના તાલે યુવાનો મન મૂકીને નાચ્યા હતા, જ્યારે બાળકો રંગોનો વરસાદ કરી મસ્તીમાં તરબતર થયા હતા. પાણીના સતત મારાથી વાતાવરણ ઠંડુ અને રંગીન બની ગયું હતું. પ્રાકૃતિક રંગોનો ઉપયોગથી પર્યાવરણ જાળવણીનો મેસેજ પણ આપવામાં આવ્યો હતો.

સુરતની ઘણી સોસાયટીઓમાં રંગે રંગાયા બાદ સમૂહ ભોજનના કાર્યક્રમો યોજાયા હતા. રહેવાસીઓએ સાથે બેસી જમણવારનો આનંદ માણતા સમાજ ભાવનાને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સમાજમાં એકતા વધે તે હેતુસર આયોજિત આ કાર્યક્રમોએ તહેવારની ખુશી બમણી કરી દીધી હતી. સુરતીઓ મન મુકીને ધુળેટીની ઉજવણી કરવામાં મસ્ત બની ગયા હતા.

આ પણ વાંચો: ધૂળેટીના પર્વે માતમ! અમદાવાદના રિવરફ્રન્ટમાં નાહવા પડેલા 4 યુવકોના ડૂબી જતા મોત, ગુજરાતમાં કુલ 17ના જીવ ગયા

શહેરના છેવાડાના વિસ્તારમાં ફાર્મહાઉસ ધૂળેટી પાર્ટી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. યુવાનોના ગ્રુપે સંગીત, રંગ અને પાણીની મસ્તી સાથે દિવસભર ઉજવણી કરી હતી. DJ પાર્ટી અને રેઈન ડાન્સથી ઉત્સાહભેર માહોલ સર્જાયો હતો. આ રીતે ધૂળેટીના તહેવારે સુરત શહેરને માત્ર રંગોથી જ નહીં પરંતુ લાગણીઓના રંગોથી પણ ભીનું કરી દીધું હતું.