Gujarat

બાયડથી અમદાવાદની એસટી બસ રદ કરી દેવાતા હોબાળો

By GS Team
1 Mar 20221 min read
This article was originally published on 1 Mar 2022
બાયડથી અમદાવાદની એસટી બસ રદ કરી દેવાતા હોબાળો

બાયડ, તા. 28

બાયડ બસ ડેપોમાં તા.૨૮-૨-૨૦૨૨ ના બપોરના સુમારે અમદાવાદ જવા માટે ની બસ ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપ્યો હતો. કોઇપણ પૂર્વ સૂચના વગર એકાએક બસ રદી દેવાતા અનેક પ્રવાસીઓ ડેપો ખાતે અટવાઈ પડયા હતા.

અમદાવાદ જતી બસ બપોરે ૩-૧૫ તેમજ ૪-૧૫ બસ જતી હોય છે. જયારે આજે બપોરે ૩ થી ૪ વાગ્યા સુધી એક પણ બસ અમદાવાદ ન જતા મુસાફરો, તેમજ વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો હતો. બાયડ થી અમદાવાદ બસમાં વિદ્યાર્થીઓ મુસાફરો મુસાફરી કરતા હોય છે.ત્યારે  બાયડ થી ચોઈલા, અમરગઢ, રમોસ, તેનપુર, ડાભા, જીતપુર, દહેગામ, નરોડા, આ રૃટો ઉપર બસ જતી હોય છે. બાયડ બસ ડેપોના સરકારી ટેલીફોન વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે બપોરે ૩-૦૦ અને ૪-૦૦ એમ બે બસો આવતી હોય છે. તેમણે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના કારણે જુનાગઢના મેળો હોવાથી બસો બંધ કરી હોય તેવું તેમણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.