Get The App

હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત 1 - image


Himmatnagar Hit-and-Run: હિંમતનગરથી અમદાવાદ તરફ જવાના હાઈવે પર આવેલા મોતીપુરા સર્વિસ રોડ પર આજે (પહેલી માર્ચ) ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. પિતા-પુત્ર મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને ટક્કર મારતા 14 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પિતા-પુત્રને પાછળથી મારી ટક્કર

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના ઝહીરાબાદ વિસ્તારમાં રહેતા પિતા અને તેમનો કિશોર વયનો પુત્ર મોપેડ પર સવાર થઈને મોતીપુરા સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે પાછળથી બેદરકારીપૂર્વક વાહન હંકારી મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ પર સવાર કિશોરને ગંભીર ઈજાઓ પહોંચતા તેણે દમ તોડી દીધો હતો. જ્યારે પિતાને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક કિશોર ઝહીરાબાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાચો: હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

અકસ્માતની જાણ થતા જ હિંમતનગર 'એ' ડિવિઝન પોલીસ, ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.