Gujarat

વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

By GS TEAM
20 Apr 20261 min read
વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

ઉનાળુ વેકેશન અને લગ્ન સિઝનના પગલે મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે વડોદરા રેલવે વિભાગ સજ્જ બન્યો છે. ડીઆરએમ રાજૂ ભડકેએ આજે વડોદરા રેલવે સ્ટેશનની મુલાકાત લઈને ક્રાઉડ મેનેજમેન્ટ અને સુવિધાઓની સમીક્ષા કરી હતી.

વિભાગ દ્વારા ૩૫૦ ચોરસ મીટર વિસ્તારમાં હોલ્ડિંગ એરિયા તૈયાર કરાયો છે. આ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. વધારાના ટિકિટ બૂકિંગ કાઉન્ટર શરૂ કરાયા છે. રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના વધારાના જવાનો તૈનાત કરાયા છે. ટિકિટ ચેકિંગ માટે પણ રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ નિયુક્ત કરાયો છે.