Gujarat

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ

By GS Team
29 Aug 20252 mins read
This article was originally published on 29 Aug 2025
TukuTouch Logo
દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે, ત્યારે આજે (29 ઓગસ્ટ) બપોરના 4 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રાત્રે 10 વાગ્યા સુધી દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 16થી વધુ જિલ્લામાં એલર્ટ

Rain Forecast, Gujarat : દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે, ત્યારે આજે (29 ઓગસ્ટ) બપોરના 4 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે રાત્રે 10 વાગ્યા સુધી દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. 


હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શનિવારે (30 ઓગસ્ટ)ના રોજ 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની આગાહી

આગામી 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

3-4 સપ્ટેમ્બરની આગાહી

3 સપ્ટેમ્બરના રોજ મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

જ્યારે 4 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.