ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ
Rain In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં આજે શુક્રવારે (29 ઑગસ્ટ) રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
103 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (29 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના શહેરામાં 4.25 ઇંચ, તાપીના વાલોડમાં 3.94 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.19 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.99 ઇંચ, આણંદના ઉમરેઠમાં 2.95 ઇંચ, સુરતના માંડવીમાં 2.87 ઇંચ, વલસાડના ઉમરગામ, આણંદ, સુરતના બારડોલી, ભાવનગરના મહુવા તાલુકામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: પંચમહાલમાં છ દિવસથી મેઘમહેર: પાનમ ડેમના દરવાજા ખોલાયા, ખેડૂતોમાં ખુશીની લહેર
નવસારીના ચીખલી, ગણદેવી, ખેરગામ, વાંસદા, સુરતના મહુવા, કામરેજ, ખેડાના વસો, તાપીના સોનગઢ, સાબરકાંઠાના હિંમતનગર, વિજયનગર, વલસાડના ધરમપુર સહિત 26 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 77 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

