Gujarat

દમણ અને દાદરા તથા નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા : 1 ઓગસ્ટે તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવા આદેશ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
હવામાન વિભાગની આગાહી મુજબ, 31 જુલાઈ, 2026ના રોજ દમણ અને દાદરા-નગર હવેલીમાં આગામી 24-48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તંત્ર દ્વારા 1 ઓગસ્ટે તમામ શાળાઓ, કોલેજો, ITI અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે 1077 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દમણ અને દાદરા તથા નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા : 1 ઓગસ્ટે તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવા આદેશ

Daman Heavy Rain Alert : ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા 31 જુલાઈ 2026ના રોજ સાંજે જારી કરવામાં આવેલા આગાહી મુજબ, આગામી 24થી 48 કલાક દરમિયાન દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર, નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ અને વાહનવ્યવહાર ખોરવાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પૂર્વતૈયારી રૂપે અને સુરક્ષાના પગલાં તરીકે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

image.png

દમણ જિલ્લા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ

ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલે જારી કરેલા આદેશ મુજબ, 1 ઓગસ્ટે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, પોલિટેકનિક, ITI અને આંગણવાડીઓ વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. મુશ્કેલીના સમયે મદદ કે માહિતી મેળવવા માટે ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ નંબર 1077, 0260-2231377, 0260-2253000 અથવા WhatsApp નંબર 8347294342 પર સંપર્ક કરી શકાશે.

image.png

દાદરા અને નગર હવેલી માટે મહત્વપૂર્ણ સૂચનાઓ

દાદરા અને નગર હવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, 1 ઓગસ્ટે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, ITI, આંગણવાડી, પોલિટેકનિક તેમજ ટ્યુશન ક્લાસીસ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ સહિત બંધ રહેશે. અહીંના નાગરિકો માટે ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ નંબર 1077, 0260-2412500 અને 8780001077 કાર્યરત રહેશે.

નાગરિકો માટે સાવચેતીની માર્ગદર્શિકા

વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને સતર્ક રહેવા, પાણી ભરાયા હોય તેવા અથવા પૂરની શક્યતા વાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, નદીઓ અને દરિયાકિનારાથી દૂર રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.