Get The App

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે 1 - image

મોસમ વિભાગનું એપ્રિલ-જૂન ઉનાળા માટે પૂર્વાનુમાન જારી 

લોકોને ગરમીની અસરોથી બચાવવા રાજ્ય અને જિલ્લા પ્રશાસનોને પૂર્વ તૈયારી કરવા મોસમ વિભાગની સલાહ 

રાજકોટ: ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અર્થાત્ ઈન્ડિયા મિટીયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સાંજે આવતીકાલથી શરુ થતા એપ્રિલથી જૂન ઉનાળાના ત્રણ માસ માટે અપડેટેડ પૂર્વાનુમાન જારી કર્યું હતું જે અનુસાર પશ્ચિમ બંગાળ,તમિલનાડુ,આંધ્ર,ઓડીશા મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત રાજ્યોની સાથે ગુજરાતમાં ઉષ્ણલહરનું પ્રમાણ સામાન્ય હોય તેના કરતા વધારે રહેવાની સંભાવના જણાવી છે.

જોક, હાલ પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે એક અઠવાડિયું રાજ્યમાં ગરમી ઓછી રહેશે. 

ગુજરાતમાં સવારનુંતાપમાન પણ નોર્મલથી વધારે રહેવાની અને હીટવેવ વધારે રહેવાની સાથે માવઠાંનું પ્રમાણ પણ વધી શકે છે. ફોરકાસ્ટ મેપ મૂજબ સૌરાષ્ટ્ર-કચ્છના પશ્ચિમ ભાગમાં ગરમી વધારે પડશે. ત્રણ માસ દરમિયાન એક તરફ દેશના મોટાભાગના સ્થળોએ બપોરનું તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે પરંતુ, સવારે નોંધાતું ન્યુનત્તમ તાપમાન વધુ રહેવાની સંભાવના છે. ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં માવઠાંનું પ્રમાણ પણ વધારે રહેશે. 

આ સાથે મોસમ વિભાગે હીટવેવની વધતી સંભાવના સાથે જનસ્વાસ્થ્ય, પાણી-વિજળીની માંગ અને જરૂરી સેવાઓમાં પણ જોખમ સર્જાઈ શકે છે, ખાસ કરીને વૃધ્ધો,બાળકો, બિમારો તથા તડકાંમાં કામ કરનાર કારીગરો-મજુરોને વધુ અસર થતી હોય તેમના માટે છાંયડા,પાણી સહિતની પૂર્વ તૈયારી કરવા પણ રાજ્ય અને જિલ્લા પ્રશાસનોને સલાહ અપાઈ છે.