Get The App

ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી

ત્રણેયને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા : તબિયત સુધારા પર

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
ભાંગ પીવાના કારણે મહિલા સહિત ત્રણની તબિયત બગડી 1 - image

વડોદરા,શિવરાત્રીમાં ભાંગના  સેવનના કારણે એક મહિલા સહિત ત્રણની તબિયત બગડતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

રાજમહેલ રોડ વૈદેહી ફ્લેટમાં રહેતા ૩૫ વર્ષના જયમીન કિશોરભાઇ રામા આજે બપોરે પોણા બે વાગ્યે ઘરે ભાંગ પી જતા તેને ચક્કર તથા ગભરામણ થઇ હતી.  પ્રતાપનગર ઝેનિથ સ્કૂલ પાસે રહેતા ૩૮ વર્ષના મુજફ્ફર મુસ્તાકભાઇ કાચવાલા આજે બપોરે ઘરે ભાંગ પી જતા ગભરામણ શરૃ થઇ હતી. નવાપુરા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષની મહિલા મિતલબેને ઘરે સવારે ભાંગ પીતા ચક્કર આવતા હતા. ત્રણેયને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેયની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.