Gujarat

ગાડી ભાડે ફેરવવા લઇને બારોબાર ગીરવે મૂકી દીધી

By GS TEAM
19 Oct 20251 min read
TukuTouch Logo
ગાડી ભાડે ફેરવવા માટે લઇ બારોબાર ગીરવે મૂકી દેવામાં આવી હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાડી ભાડે ફેરવવા લઇને બારોબાર ગીરવે મૂકી દીધી

ગાડી ભાડે  ફેરવવા માટે લઇ બારોબાર ગીરવે મૂકી દેવામાં આવી હતી. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવાપુરા કહાર મહોલ્લામાં રહેતા રણજીતભાઇ કાલુભાઇ કહાર સરદાર એસ્ટેટ રોડ પર ગાયત્રી વોટર સપ્લાયર્સમાંથી  પાણીના જગ લઇને વેચાણ કરે છે. તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 28મી એપ્રિલે મારા ઘર પાસે કાર  મૂકવાની જગ્યા નહીં હોવાથી મેં મારી કાર મારા મિત્ર સમીરભાઇ સલીમભાઇ પીતાની (રહે. બોરસલ્લી એપાર્ટમેન્ટ, આજવા રોડ) ના ઘરે મૂકતો હતો. સમીરે મને કહ્યું કે, મારો મિત્ર મેહુલ શર્મા ગાડીઓ ભાડે આપે છે. તારી ગાડી તું તેને ભાડે આપીશ તો રોજના ૩ હજાર ભાડા પેટે મળશે.  મેં ગત 19મી મે ના  રોજ મેહુલભાઇ વિરેન્દ્રભાઇ શર્મા (રહે. ગોકુળ નગર, ખોડિયાર નગર રોડ)ને મારી ગાડી ભાડે આપી હતી. તે ગાડીનું ભાડુ રેગ્યુલર આપતો નહીં હોવાથી મેં મારા મિત્રને લોકેશન ચેક કરાવતા તાંદલજાનું જાણવા મળ્યું હતું. હું અને સમીર ત્યાં ગયા હતા. અમે તપાસ કરી તો ગાડી અયુબ દાઢી પાસે પડી હતી. અયુબ દાઢીએ જણાવ્યું હતું કે, ગાડી અઝીમ મેમણે (રહે. તાંદલજા) મારી પાસે ગીરવે મૂકી છે.