Get The App

સુરતના જાણીતા બિલ્ડરનો ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
સુરતના જાણીતા બિલ્ડરનો ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ, હોસ્પિટલમાં સારવાર હેઠળ 1 - image


પ્રતિકાત્મક તસવીર


Surat News: સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના જાણીતા બિલ્ડરે રવિવારે (પહેલી ફેબ્રુઆરી) પોતાના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. 

શું હતી સમગ્ર ઘટના?

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના પોશ ગણાતા સિટીલાઇટ સ્થિત જાણીતા બિલ્ડરે પોતાના નિવાસસ્થાને હાજર હતા ત્યારે તેણે અચાનક પોતાની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. ગોળી છૂટવાનો અવાજ સાંભળી પરિવારના સભ્યો તરત જ રૂમમાં દોડી આવ્યા હતા, જ્યાં બિલ્ડર ગંભીર હાલતમાં મળી આવ્યા હતા.

વિલંબ કર્યા વગર પરિવારજનો તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સિટીલાઇટ સ્થિત તેમના નિવાસસ્થાને અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. એફએસએલ (FSL)ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી ઘટનાના ટેકનિકલ પાસાઓ તપાસી શકાય. બિલ્ડરે આવું અંતિમ પગલું ભરવા પાછળ કયા કારણો જવાબદાર છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.