GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GUJCET 2026 Exam Form : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષા આગામી 29 માર્ચ, 2026ના રવિવારના રોજ લેવામાં આવશે. તેવામાં શિક્ષણ બોર્ડે GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી છે. જેમાં 16 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2025 સુધી પરીક્ષા માટે ફોર્મ ભરી શકાશે.
GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના શરુ
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(GUJCET-2026)ની પરીક્ષા માટે આજે મંગળવારથી ફોર્મ ભરાવવાના શરુ થયા છે. જેમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પરથી અરજી કરી શકાશે. જેમાં પરીક્ષાની ફી 350 રૂપિયા રહેશે.

જાણો રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા
આ પરીક્ષામાં ઓનલાઇન અરજી કરવા માટે બોર્ડ દ્વારા સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપવામાં આવી છે. આ માટે ગુજકેટની વેબસાઇટ gujcet.gseb.org પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા જાણી શકશો.
આ પણ વાંચો: GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો એક્ઝામ અંગે મહત્ત્વની જાણકારી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે GUJCET 2026ની પરીક્ષા યોજાશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.











