Gujarat

વૈષ્ણોદેવી દુર્ઘટનામાં ગુજરાતીઓ સલામત, 3 હજાર ગુજરાતી કટરામાં

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
વૈષ્ણોદેવી દુર્ઘટનામાં ગુજરાતીઓ સલામત, 3 હજાર ગુજરાતી કટરામાં

ભાગદોડ મચતાં ગુજરાતીઓ દર્શન કર્યા વિના પરત ફર્યા

યાત્રા સ્લિપ વિના મંદિરમાં નો-એન્ટ્રી, યાત્રાસ્લિપ લેવા ત્રણ કિમી લાંબી લાઇન લાગી, કટરામાં ટ્રાફિક ચક્કાજામ 

અમદાવાદ : જમ્મુ કાશ્મીરમાં પ્રસિધૃધ યાત્રાધામ વૈષ્ણોદેવીમંદિરમા અચાનક ભાગદોડ મચતાં 10થી વધુના લોકોના મોત નિપજ્યા હતાં જયારે અનેક ઇજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનામાં તમામ ગુજરાતી યાત્રાળુઓ સલામત છે. જોકે, ભાગદોડ મચતાં કેટલાંય ગુજરાતીઓએ દર્શન કર્યા વિના કટરા પરત ફરવુ  પડયુ હતું. અત્યારે ત્રણ હજારથી વધુ ગુજરાતીઓ કટરામાં મોજુદ છે.તેઓ વતન તરફ પરત ફરી રહ્યા છે. 

નવા વર્ષના પહેલા જ દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી હતી જેના કારણે 10થી વધુ યાત્રાળુઓના મોત નિપજ્યા હતાં. આ દુર્ઘટનના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રપતિએ દુખ વ્યક્ત કર્યુ હતું.

ટુર ઓપરેટરોના મતે, ત્રણ દિવસીય વિકેન્ડને પગલે રાજસૃથાન, હરિયાણા,પંજાબ, દિલ્હી અને ગુજરાતથી યાત્રાળુઓ દર્શન કરવા વૈષ્ણોદેવી ઉમટી પડયા હતાં જેથી પરિસિૃથતી બેકાબુ બની હતી. એટલી ભીડ ઉમટી હતીકે, મંદિર પ્રાંગણમાં પગ મૂકવાની જગ્યા ન હતી તે સંજોગોમાં કઇ અજુગતુ બન્યુ છે તેવુ જાણતા જ ભાગદોડ મચી ગઇ હતી.

હાલ ત્રણ હજારથી વધુ ગુજરાતીઓ કટરામાં સલામત સૃથળે છે. કેટલાંય ગુજરાતીઓએ નજર સમક્ષ ભાગદોડની ઘટના જોઇ  હતી જેથી તેઓમાં ગભરાઇ ગયા હતાં. કેટલાંક તો બાલબાલ બચ્યા હતાં. ભાગદોડને પગલે સૃથાનિક તંત્રએ તાકીદે બધાયને કટરા રવાના કર્યા હતાં. મોટાભાગના ગુજરાતીઓએ તો દર્શન કર્યા વિના પરત ફરવુ પડયુ હતું.

જોકે, ટુર ઓપરેટર અજય મોદી દ્વારા યાત્રાળુઓને જમવા-રહેવાની સુવિધા કરવામાં આવી હતી. દુર્ઘટના બાદ હવે યાત્રા સ્લિપ વિના  મંદિરમાં યાત્રાળુને નહી જવા દેવા નક્કી કરાયુ છે. ગઇ કાલે યાત્રા સ્લિપ લેવા માટે પણ ત્રણ કિમી લાંબી લાઇન લાગી હતી. કટરામાં એટલો ટ્રાફિક જામ થયો હતોકે, એક કીમી સુધી જવા દોઢ કલાક સમય વિત્યો હતો.