Get The App

ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું 1 - image

વડોદરાઃ ગુજરાતની યુવતીઓની બનેલી પહેલી ઓલ ગર્લ્સ માઉન્ટ ફ્રેન્ડશિપ ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા ૧૭૩૫૦ ફૂટ ઉંચા  માઉન્ડ ફ્રેન્ડશિપના શીખરને સર કરવાના અભિયાનને સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઈતિહાસ  રચ્યો છે.

ગત વર્ષે પણ ગુજરાતમાંથી સૌથી પહેલી વકત ગુજરાતી યુવતીઓની ટીમે જગતસુખ પીક સર કરવા માટે અભિયાન હાથ ધર્યું હતું પણ ખરાબ હવામાનના કારણે ટીમને અધવચ્ચેથી પાછા ફરવું પડયું હતું.તેમાંથી શીખ લઈને આ વખતે યુવતીઓએ વધારે તૈયારીઓ સાથ માઉન્ટ ફ્રેન્ડશિપ અભિયાન સફળતાપૂર્વક પૂરુ કર્યું છે.યુવતીઓને તૈયાર કરવા માટે ઈન્વિન્સિબલ નામની એનજીઓ છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે.આ વખતે અભિયાનનું નેતૃત્વ વડોદરાની યુવતી અને એવરેસ્ટ સર કરનાર નિશા કુમારીએ કર્યું હતું.જેમાં ગુજરાતના વિવિધ શહેરોની ૧૧ યુવતીઓનો સમાવેશ થતો હતો.મોટાભાગની યુવતીઓ માટે આટલી ઉંચાઈ પર આરોહણ કરવાનો પહેલો અનુભવ હતો અને તેમણે બરફ, ગ્લેશિયર, માઈનસ ટેમ્પરેચર અને ઓક્સિજનની કમી જેવા પડકારાનો સફળતા પૂર્વક સામનો કર્યો હતો.આ અભિયાન દરમિયાન ટીમે નો ડ્રગ્સ કેમ્પેઈનનો સંદેશો પણ આપ્યો હતો.

ટીમના સભ્યો 

નિશા કુમારી(વડોદરા)

આરતી લાખોત્રા(અમરેલી)

પ્રાચી અગ્રવાલ(સુરત)

પ્રાચી જયસિંગ(અમદાવાદ)

અવની ભટ્ટ(આણંદ)

બંસી પટેલ( અમદાવાદ)

ધ્વનિ બલાણી( અમદાવાદ)

વિશ્વા કનેરિયા(અમદાવાદ)

દિવ્યા રાઠવા( વડોદરા)

રમ્યા ચિલવુરી( બેંગ્લોર)

સ્નેહા ચાક(જૂનાગઢ)