Gujarat

ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ અને 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

By GS Team
21 Aug 20252 mins read
This article was originally published on 21 Aug 2025
TukuTouch Logo
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. એવામાં રાજ્યમાં અનેક જગ્યાએ આજે પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ત્રણ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સિવાય રાજ્યના ચાર જિલ્લામાં યેલો એલર્ટ છે અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ અને 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. એવામાં રાજ્યમાં અનેક જગ્યાએ આજે પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ત્રણ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સિવાય રાજ્યના ચાર જિલ્લામાં યેલો એલર્ટ છે અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. 

આ ત્રણ જિલ્લામાં રહેશે રેડ એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 વાગ્યા સુધીમાં અરવલ્લી, મહીસાગર અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા


સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં યેલો એલર્ટ

આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં 10 વાગ્યા સુધી યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ જોવા મળશે. 

આ પણ વાંચોઃ શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર 3 ટ્રેન બે-બે મિનિટ રોકાશે

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. રેડ અને યેલો એલર્ટ જાહેર કરાયેલા 7 જિલ્લા સિવાય રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. 

21-22 ઓગસ્ટની આગાહી

આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે. 

23-24 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં 23 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને 24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.