Get The App

શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર 3 ટ્રેન બે-બે મિનિટ રોકાશે

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
શનિવારે ભીમનાથ રેલવે સ્ટેશન પર 3 ટ્રેન બે-બે મિનિટ રોકાશે 1 - image


- ભીમનાથ મહાદેવના ધાર્મિક મેળામાં જતાં લોકો માટે સુવિધા

- ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી અને ગાંધીગ્રામ-બોટાદ મેમુ ટ્રેનને ઉભી રાખવામાં આવશે

ભાવનગર : ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનારા મેળા માટે રેલવે તંત્ર દ્વારા ત્રણ ટ્રેનને ભીમનાથ સ્ટેશન પર બે-બે મિનિટ ઉભી રાખવા નિર્ણય લેવાયો છે.

આગામી તા.૨૩-૮ને શનિવારે ભીમનાથ મહાદેવ ખાતે ધાર્મિક મેળો યોજાશે. જેમાં જતાં લોકો માટે ભાવનગર રેલવે તંત્ર દ્વારા ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરવા નિર્ણય લઈ ભાવનગર-સાબરમતી-ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને ભીમનાથ રેલવે સ્ટેશન ખાતે બે મિનિટ સ્ટોપ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીગ્રામ-બોટાદ-ગ્રાંધીગ્રામ રૂટની બે મેમુ ટ્રેનને એક મિનિટના બદલે બે મિનિટ રોકવામાં આવશે તેમ ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.

Tags :