ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી: ઓરેન્જ-યેલો ઍલર્ટ જાહેર, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Forecast: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. ખાસ કરીને 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગના બુલેટિન મુજબ, ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે.

12 સપ્ટેમ્બર: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યેલો એલર્ટ
10 અને 11 સપ્ટેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ બાદ 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
13 સપ્ટેમ્બર: ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ
13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે.
ઓરેન્જ એલર્ટ: ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલી.
યેલો એલર્ટ: અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી.
સૌરાષ્ટ્ર અને દીવ: રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યેલો એલર્ટ રહેશે.
14 અને 15 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
14 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ યથાવત રહેશે:
14 સપ્ટેમ્બર ઓરેન્જ એલર્ટ: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી.
14 સપ્ટેમ્બર યેલો એલર્ટ: અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ.
15 સપ્ટેમ્બર યેલો એલર્ટ: વરસાદનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
તારીખ | ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ) | યેલો એલર્ટ (ભારે વરસાદ ) |
12 સપ્ટેમ્બર | — | વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી |
13 સપ્ટેમ્બર | ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી | અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ (તમામ જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એલર્ટ) |
14 સપ્ટેમ્બર | ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી | અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ |
15 સપ્ટેમ્બર | — | પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવ |
હવામાન કચેરીએ વધુમાં ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું અને સપાટી પર 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.




