Gujarat

નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે છે વિદાય

By GS TEAM
6 Sep 20252 mins read
TukuTouch Logo
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમ ગુજરાત સહિત દેશમાં ચાર વર્ષથી ચોમાસું મોડું વિદાય લે છે. સૌરાષ્ટ્રમાં 'ભાદરવાનો તડકો' ભૂતકાળ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે દેશમાં ચોમાસું દક્ષિણમાં બેસે છે અને કેરલથી વિદાય લે છે, તેમજ પશ્ચિમે કચ્છ, રાજસ્થાનથી વિદાય લે છે. તેવામાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આજે (6 સપ્ટેમ્બર) સુધી કુલ સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મૌસમનો 101 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે છે વિદાય

Rain In Gujarat : રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આમ ગુજરાત સહિત દેશમાં ચાર વર્ષથી ચોમાસું મોડું વિદાય લે છે. સૌરાષ્ટ્રમાં 'ભાદરવાનો તડકો' ભૂતકાળ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે દેશમાં ચોમાસું દક્ષિણમાં બેસે છે અને કેરલથી વિદાય લે છે, તેમજ પશ્ચિમે કચ્છ, રાજસ્થાનથી વિદાય લે છે. તેવામાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આજે (6 સપ્ટેમ્બર) સુધી કુલ સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મૌસમનો 101 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ થયો છે. 

ગુજરાતમાં મૌસમનો 96 ટકા વરસાદ

ગુજરાતમાં આજ સુધીમાં મૌસમનો 96 ટકા વરસાદ વરસ્યો છે અને અનેક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પરંતુ આ પછી પણ ચોમાસુ વિદાય લેવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે. 


હજુ બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ

રાજ્યમાં આગામી 7-8 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરુઆત થવા જઈ રહી છે, ત્યારે નવરાત્રિ ટાણે પણ ચોમાસુ સક્રિય રહેવાની શક્યતા છે. ચોમાસાની વિદાય ગાંધીજયંતિ આસપાસ થઈ શકે છે. 


છેલ્લા 4 વર્ષથી ચોમાસાની મોડી વિદાય

વર્ષ 2020થી 2024 દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાએ મોડી વિદાય લીધી છે. મૌસમ વિભાગ અનુસાર, ચોમાસુ પરત ખેંચાવાની નોર્મલ તારીખ લંબાવીને રાજસ્થાનથી 17 સપ્ટેમ્બર અને કચ્છથી 20 સપ્ટેમ્બર છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને વેરાવળ સહિત કેટલાક વિસ્તારો બાદ કરતાં બાકીના રાજ્યમાંથી ચોમાસુ પરત ખેંચાવાની નોર્મલ 30 સપ્ટેમ્બર છે. 

આ પણ વાંચો: આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ તારીખ એકાદ સપ્તાહ વહેલી હતી. પરંતુ વરસાદની પેટર્ન બદલાતા મૌસમ વિભાગે તે લંબાવી હતી. પરંતુ ગત વર્ષે કચ્છમાંથી 23 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય શરુ થઈ અને સમગ્ર ગુજરાતમાંથી 5 ઑક્ટોબરે વિદાય લીધી હતી. આમ આ વખતે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન છે અને નોર્મલ તારીખ મુજબ પણ વરસાદી હવામાન રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ

આ પણ વાંચો: ગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ

આ પણ વાંચો: ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બંધ