ગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ
Rainfall in Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) 228 તાલુકામાં વરસાદ ખાબક્યો ચે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ વરસાદ થયો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો.
228 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે શનિવારે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં 4 ઇંચ, બોટાદ, સાબરકાંઠાના તલોદ, રાજકોટ, અમદાવાદના સાણંદ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
77 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
સાબરકાંઠાના પ્રાંતિજ, અરવલ્લીના બાયડ, ભીલોડા, મોડાસા, વલસાડના ધરમપુર અને ઉમરગામ, બનાસકાંઠાના દાંતા, પાલનપુર, મહેસાણાના કડી, અમદાવાદના દસ્ક્રોઈ, રાજકોટના ધોરાજી, પાટણ, જામનગરના કાલાવાડ, કચ્છના રાપર સહિત 77 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ
જુઓ ક્યાં-કેટલો વરસાદ