ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ
Gujarat Dam Status : ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અતિભારે વરસાદી માહોલ છે. રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 98.85 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 105 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે રાજ્યના 123 ડેમ હાઈ એલર્ટ પર છે.
198 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.61 ઇંચ, બોટાદમાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં સરદાર સરોવર નર્મદા ડેમ 92 ટકા જેટલો ભરાયો છે.
123 ડેમ હાઈ એલર્ટ
ગુજરાતના 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 21 એલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 88 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ
આ પણ વાંચો: ગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ