ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ
Rain forecast Gujarat : સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે શનિવારે (6 સપ્ટેમ્બર) રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેવામાં હવામાન વિભાગે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે રવિવારે (7 સપ્ટેમ્બર) 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે.
આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે રાજ્યના 26 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં રેડ ઍલર્ટ છે.
જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર, રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આ પણ વાંચો: VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો
8 સપ્ટેમ્બરની આગાહી
8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.
રાજ્યના 379 રસ્તા બંધ