Get The App

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બંધ

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બંધ 1 - image


Water Released From Kadana-Dharoi Dams : ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મોસમનો 101 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 87 ટકા અને કચ્છમાં 88 ટકા વરસાદ થયો છે. ધોધમાર વરસાદના કારણે નદી-નાળા અને ડેમ છલકાયા છે. તેવામાં કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરુ છે, ત્યારે તંત્રએ અમદાવાદ ગાંધીનગર, સહિત 6 જિલ્લાને ઍલર્ટ કર્યા છે. જેમાં અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલા ભાહનો હિસ્સો બંધ કરાયો હોવાનું સામે આવ્યું છે. 

ધરોઈ ડેમનું પાણી સાબરમતી નદીમાં છોડાયું

મળતી માહિતી મુજબ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે ધરોઈ ડેમમાંથી આજે શનિવારે (6 સપ્ટેમ્બર) સાબરમતી નદીમાં ડેમના પાણી છોડવાની પ્રક્રિયા શરૂ છે. જેને લઈને ધરોઈ ડેમના તંત્રએ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા અને આણંદ જિલ્લા તંત્રને ઍલર્ટ કર્યા છે. 

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બંધ 2 - image

તમને જણાવી દઈએ કે, ડેમમાંથી પાણી છોડવાની કામગીરી શરુ છે, ત્યારે સર્તકતાના ભાગેરૂપે વાસણા બેરેજના દરવાજા પહેલાથી જ ખોલી દેવામાં આવ્યા છે. અગાઉ પણ સાબરમતી નદીમાં પાણી છોડાતાં નદી બંને કાંઠે છલોછલ વહી હતી.

આ પણ વાંચો: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના

કડાણા ડેમમાંથી મહીસાગરમાં પાણી છોડાયું

જ્યારે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે આજે શનિવારે 3.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને નદી કાંઠાના 106 ગામોને એલર્ટ કરાયા છે. સ્થાનિકોને નદી કાંઠાથી દૂર રહેવા તંત્રેએ સૂચના આપી છે. તેમજ સુરક્ષિત જગ્યાએ રહેવા આહ્વાન કર્યું છે. 

આ પણ વાંચો: નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે છે વિદાય

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો

વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પાણીનો વધારો થઈ રહ્યો છે. જેમાં નદીની જળસપાટી 18 ફૂટે પહોંચી છે. કોટેશ્વર ગામ નજીકના નાળામાં પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના ડભોઈમાં ઢાઢર નદી બંને કાંઠે વહેલા લાગી છે. જેમાં રાજલી અને અંગૂઠનને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો હોવાનું સામે આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ

આ પણ વાંચો: ગુજરાતના 209 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ


Tags :