રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 સામે FIR, જાણો કઈ-કઈ કલમો લાગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Game Zone Fire News | રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોડી રાતે સરકારે બેઠકોનો દોર અને સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ આ મામલે એક નવા અપડેટ સામે આવ્યા છે. આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ કરી છે જેમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
કઈ-કઈ કલમો લગાવાઈ?
માહિતી અનુસાર પોલીસ મથકે એફઆઈઆરમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.




