અમદાવાદ સહિત 94 તાલુકામાં મેઘમહેર, પંચમહાલના શહેરા અને મહીસાગરના કોઠંબામાં 5-5 ઇંચ ખાબક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rain Update: ગુજરાતમાં 11-12 જુલાઈએ મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મંગળવારે(11 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરા અને મહીસાગરના કોઠંબામાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 94 તાલુકામાં મેઘમહેર
મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં મહીસાગરના લુણાવાડામાં 2.68 ઇંચ, બાલાસિનોરમાં 2.52 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 2.09 ઇંચ, વલસાડના ઉમરગામમાં 2.05 ઇંચ, પંચમહાલના ગોધરામાં 1.57 ઇંચ, ખેડાના કપડવંજ, દાહોદના સંજેલી, ગાંધીનગરના કલોલ, દાહોદના સુખસર સહિતના જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે અમદાવાદ શહેર, વલસાડના કપરાડા, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લીના બાયડ, સહિત 80 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
કયાં-કેટલો વરસાદ











