Get The App

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર:  DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી 1 - image


35 DySP-PI Officers Assigned Additional Charges : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં મહત્ત્વનો નિર્ણય લેતા 35 જેટલા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં DySP અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના વર્તમાન હોદ્દા ઉપરાંત નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો

ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, મુખ્યત્ત્વે SC/ST સેલના અધિકારીઓને વિવિધ ડિવિઝનના SDPO (સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર) તરીકેનો વધારાનો કાર્યભાર સોંપાયો છે. આ યાદીમાં સુરત, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, સાબરકાંઠા, મહેસાણા અને અમરેલી સહિતના જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. 

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર:  DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી 2 - imageગુજરાત પોલીસમાં મોટા ફેરફાર:  DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી 3 - image