Gujarat

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી

By GS TEAM
25 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ એક સત્તાવાર હુકમ બહાર પાડીને વિવિધ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો ભારતના સંવિધાનના અનુચ્છેદ 243 વ.ક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની કલમ 14 હેઠળ મળેલ સત્તાની રુએ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી

Municipal Corporation Election 2026: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ એક સત્તાવાર હુકમ બહાર પાડીને વિવિધ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો ભારતના સંવિધાનના અનુચ્છેદ 243 વ.ક અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની કલમ 14 હેઠળ મળેલ સત્તાની રુએ કરવામાં આવી છે. 

ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહી સાથે બહાર પડાયેલા આ હુકમ મુજબ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર જેવી મોટી મહાનગરપાલિકાઓ સહિત આણંદ, નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવી નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓના વોર્ડ વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ યાદીમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ આગામી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે. 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક

આ આદેશની નકલ રાજ્યના મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને જે-તે જિલ્લાના કલેક્ટરોને જાણ તથા જરૂરી કાર્યવાહી માટે રવાના કરવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી આયોગે આ હુકમને અસાધારણ સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે પણ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારીઓની આ નિમણૂક સાથે જ હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.