Get The App

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું 'ધારાસભ્ય છું બેસી જા', મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, 'મત કંઈ મફત ન મળે...'

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું 'ધારાસભ્ય છું બેસી જા', મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, 'મત કંઈ મફત ન મળે...' 1 - image


Sankheda BJP MLA Video Viral: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે જનતાનો રોષ નેતાઓ પર ભારે પડી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તેઓ એક મતદાર સાથે ઉગ્ર દલીલો કરતા અને પિત્તો ગુમાવતા નજરે પડે છે. આયુષ્માન કાર્ડના લાભ મેળવવા બાબતે સર્જાયેલી આ માથાકૂટે રાજકીય ગરમાવો લાવી દીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય અભેસિંહ તડવી લિન્ડા ગામના ડુંગરી ફળિયામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા. પ્રચાર દરમિયાન એક જાગૃત મતદારે તેમને આયુષ્માન કાર્ડ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે રોકડો સવાલ કર્યો હતો. મતદારનો આક્ષેપ હતો કે કાર્ડ માટે જરૂરી કાગળિયાના નામે ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે, જેના કારણે સરકારી યોજનાના લાભો સમયસર મળતા નથી.

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું 'ધારાસભ્ય છું બેસી જા', મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, 'મત કંઈ મફત ન મળે...' 2 - image

આ પણ વાંચો: 'ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય?', સગર્ભાને ઝોળીમાં લઈ જવા મુદ્દે ભાજપ ધારાસભ્યની અસંવેદનશીલતા

મતદારના સવાલો સાંભળી ધારાસભ્ય અભેસિંહ તડવી શાંતિથી જવાબ આપવાને બદલે ઉશ્કેરાઈ ગયા હતા. તેણે જાહેરમાં જ મતદારને ધમકાવતા લહેજામાં કહ્યું કે, 'હું ધારાસભ્ય છું, બેસી જા! કાગળ તો આપવા જ પડે, એના વગર લાભ ન મળે.' ધારાસભ્યનો આ અંદાજ જોઈને ત્યાં હાજર ગ્રામજનોમાં પણ ગણગણાટ અને નારાજગી જોવા મળી હતી.

ધારાસભ્ય અભેસિંહ તડવીના આકરા વલણ સામે મતદારે પણ નમતું ન જોખ્યું અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, 'જો અમને યોજનાના લાભ મળશે તો જ અમે મત આપીશું.' જનતા અને લોકપ્રતિનિધિ વચ્ચેની આ સીધી તકરારનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.