Get The App

અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Metro Timings


Gujarat Metro Timings Extended Till 11 PM : અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા લાખો લોકો માટે જ મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મેટ્રો સેવાઓના સમયમાં મોટો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સોમવાર, 18 મે 2026થી મેટ્રો સેવાઓનો સમય લંબાવીને રાત્રિના 11:00 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.  

વસ્ત્રાલગામથી થલતેજ ગામ: 

અત્યાર સુધી છેલ્લી ટ્રેન રાત્રે 10:00 વાગ્યે ઊપડતી હતી, જે હવે રાત્રે 11:00 વાગ્યે ઉપડશે. આ રૂટ પર રાત્રે 10:20, 10:40 અને 11:00 કલાકે એમ વધારાની 3 મેટ્રો ટ્રેન મળશે.  

થલતેજ ગામથી વસ્ત્રાલગામ: 

છેલ્લી ટ્રેનનો સમય રાત્રે 10:00 થી લંબાવીને હવે રાત્રે 11:00 વાગ્યાનો કરાયો છે. અહીં પણ રાત્રે 10:20, 10:40 અને 11:00 વાગ્યે વધારાની 3 ટ્રેન દોડશે.

એપીએમસીથી કોટેશ્વર: 

છેલ્લી ટ્રેન જે રાત્રે 10:10 વાગ્યે ઉપડતી હતી તે હવે રાત્રે 11:10 વાગ્યે ઉપડશે. મુસાફરો માટે રાત્રે 10:30, 10:50 અને 11:10 કલાકે વધારાની 3 ટ્રેન ઉમેરાઈ છે.

કોટેશ્વરથી એપીએમસી:

છેલ્લી ટ્રેન રાત્રે 10:05ના બદલે હવે રાત્રે 11:00 વાગ્યે ઉપડશે. આ રૂટ પર પણ રાત્રે 10:20, 10:40 અને 11:00 વાગ્યે વધારાની 3 ટ્રેન મુસાફરોને મળશે.  

ગાંધીનગર-મહાત્મા મંદિર રૂટના સમયમાં પણ કરાયો મોટો ફેરફાર

1. અત્યાર સુધી કોટેશ્વરથી મહાત્મા મંદિર જતી છેલ્લી ટ્રેન રાત્રે 07:43 કલાકે ઊપડતી હતી, હવે આ સમય લંબાવીને છેલ્લી ટ્રેન રાત્રિના 09:20 વાગ્યે ઉપડશે. આ રૂટ પર મુસાફરો માટે રાત્રે 08:17 અને 09:20 કલાકે એમ વધારાની 2 ટ્રેન શરૂ કરવામાં આવી છે.  

2. તે જ રીતે, મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેન જે પહેલા રાત્રે 08:09 કલાકે ઊપડતી હતી, તેને પણ લંબાવીને હવે રાત્રિના 09:00 વાગ્યાની કરવામાં આવી છે. આ મોડી રાત્રિની ટ્રેન મહાત્મા મંદિરથી ઉપડીને કોટેશ્વર થઈને સીધી એપીએમસી (APMC) સુધી જશે. 

અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન 2 - image