Get The App

IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિકિટ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
IPL

IPL 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી IPL 2026 ની મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ જોઈને મોડી રાત્રે પરત ફરતા પ્રેક્ષકોની સુવિધા માટે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

મેટ્રો સેવાનો નવો સમય અને તારીખો

• સામાન્ય રીતે મેટ્રો સેવાઓ રાત્રે 10:00 વાગ્યે પૂર્ણ થઈ જતી હોય છે, પરંતુ મેચના દિવસોમાં તેને લંબાવીને રાત્રે 00:30 (દોઢ વાગ્યા) સુધી ચાલુ રાખવામાં આવશે.

• 4 એપ્રિલ, 17 એપ્રિલ, 20 એપ્રિલ, 26 એપ્રિલ, 30 એપ્રિલ, 3 મે અને 12 મે.

રૂટ અને સ્ટેશનની વિગતો

મેચ પૂર્ણ થયા બાદ મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે અલગ-અલગ કોરિડોર પર નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે:

• મોટેરા સ્ટેડિયમ થી APMC: રાત્રે 22:00 થી 00:30 વાગ્યા સુધી ટ્રેન દોડશે.

• ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ થી વસ્ત્રાલ ગામ: રાત્રે 22:00 થી 00:50 વાગ્યા સુધી સેવા મળશે.

• ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ થી થલતેજ ગામ: રાત્રે 22:00 થી 00:50 વાગ્યા સુધી સેવા મળશે.

• ગાંધીનગર કોરિડોર (મોટેરા થી મહાત્મા મંદિર): આ રૂટ પર રાત્રે 23:40 અને 00:10 વાગ્યે સ્પેશિયલ ટ્રેન ઉપડશે.

નોંધ: રાત્રે 10:00 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ ટ્રેનમાં બેસી શકશે. અન્ય સ્ટેશનો પર માત્ર મુસાફરોને ઉતારવામાં આવશે (Exit), ત્યાંથી નવી એન્ટ્રી મળશે નહીં.

રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ

• ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોનો સમય બચાવવા માટે GMRC એ રૂ. 50ની ફ્લેટ રેટ વાળી સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે.

• નિયમ: રાત્રે 10:00 વાગ્યા પછી QR કોડ, સ્માર્ટ કાર્ડ કે ટોકન ચાલશે નહીં. એન્ટ્રી માટે માત્ર આ પેપર ટિકિટ જ માન્ય રહેશે.

• ક્યાંથી ખરીદવી? લાઇનમાં ઉભા રહેવાને બદલે મુસાફરો મેચના દિવસે જ નીચેના 15 સ્ટેશનો પરથી એડવાન્સમાં ટિકિટ ખરીદી શકશે:

• મોટેરા, સાબરમતી, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, કાલુપુર, રાણીપ, વડાજ, જીવરાજ પાર્ક, એપેરલ પાર્ક, નિરાંત ક્રોસ રોડ, રબારી કોલોની, GNLU, ઇન્ફોસિટી, સેક્ટર-1 અને મહાત્મા મંદિર.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે 'પરિવાર'ની વ્યાખ્યા વિસ્તારી

મુસાફરો માટે ફાયદા

આ વ્યવસ્થાને કારણે સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને હજારો પ્રેક્ષકો સસ્તા દરે અને સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકશે. જો તમે પણ મેચ જોવા જવાના હોવ, તો અગાઉથી પેપર ટિકિટ ખરીદી લેવી વધુ હિતાવહ રહેશે.