Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. આવતીકાલે(11 એપ્રિલ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગર પાલિકા માટે ઉમેદવારોના નામો નક્કી કરાઈ ચૂક્યા છે. ભાજપે આ યાદીમાં નવા ચહેરાઓ અને અનુભવી નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ માહિતી સૂત્રો પાસેથી મળી છે, જોકે સત્તાવાર યાદી જાહેર થવાની બાકી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે(10 એપ્રિલ) પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવાઈ હતી. સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે હવે કેટલાક ઉમેદવારોને પાર્ટી તરફથી ટેલિફોનિક જાણ કરી દેવાઈ છે. જેના નામો નીચે મુજબ છે.
સરખેજ વોર્ડ ભાજપના ઉમેદવાર
રાજુ શુક્લ
દિવ્યેશ ત્રિપાઠી
હેમા શાહ
જેઠીબેન ભરવાડ
બોડકદેવ વોર્ડ ભાજપના ઉમેદવાર
દેવાંગ દાણી
ધરમશી દેસાઇ
ભાવના પટેલ
પારુલ મકવાણા
જોધપુર વોર્ડ ભાજપના ઉમેદવાર
ભાગ્યેશ પટેલ
વિનોદ પટેલ
ભારતીબેન ગોહિલ
નયનાબેન કોટક
વેજલપુર ભાજપના ઉમેદવાર
રાજેશ ઠાકોર રિપીટ
દેવાંગ મહેતા
જજુલી ચૌહાણ
પારુલ દવે રિપિટ
સરસપુર-રખિયાલ વોર્ડ ભાજપના ઉમેદવાર
રાજકુમાર રાજપૂત
ચિરાગ ઠાકોર
ભારતીબેન વાણીયા
ચંદ્રિકાબેન પટેલ
સાબરમતી વોર્ડ ભાજપના ઉમેદવાર
ચેતન પટેલ (રીપીટ)
નીરજ ગજ્જર
ખૂશ્બૂબેન પરમાર
અંજુબેન શાહ (રીપીટ)
ચાંદખેડા વોર્ડ ભાજપના ઉમેદવાર
યશ જાદવ
હરિપ્રકાશ શર્મા
રીટાબેન પટેલ(રીપીટ)
હેમલબેન રાઠવા


