Gujarat

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
એક તરફ સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે, તો બીજીતરફ માલેતુજારોને હેલ્થના બહાને દારૂની પરમિટ આપવામાં આવી રહી છે. તેમાંય સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ ધારા ધોરણ વગર આડેધડ દારૂની પરમિટ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. સિવિલના કર્મચારીઓ દ્વારા લિકર પરમિટની ખોટી 257 રસીદો આપી હતી અને 50 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું ત્રણ આરોપીની ધરપકડ બાદ બહાર આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું

Gujarat Liquor Permit Scam: એક તરફ સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધીના દાવા કરવામાં આવે છે, તો બીજીતરફ માલેતુજારોને હેલ્થના બહાને દારૂની પરમિટ આપવામાં આવી રહી છે. તેમાંય સિવિલ હોસ્પિટલ દ્વારા કોઈ ધારા ધોરણ વગર આડેધડ દારૂની પરમિટ આપવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. સિવિલના કર્મચારીઓ દ્વારા લિકર પરમિટની ખોટી 257 રસીદો આપી હતી અને 50 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું ત્રણ આરોપીની ધરપકડ બાદ બહાર આવ્યું છે.

લિકર પરમિટમાં કટકી

પોલીસ અને સિવિલની તંત્રની તપાસમાં બહાર આવતા પૈસા ફેંકો તમાશા દેખો જેવા ઘાટ ઘડાયો છે. જો આ કેસની તટસ્થ તપાસ થાય તો સિવિલ હોસ્પિટલના આ કૌભાંડમાં અધિકારીઓ અને ડોક્ટરો રેલો આવે તેમ છે. જોકે, તપાસ ઉપર ઠંડું પાણી રેડવાના પ્રયાસોની ચર્ચા ચાલી રહી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ લિકર પરમિટમાં 9 અરજદારના લિકર પરમીટના 1.80 લાખ રૂપિયા બારોબાર કરી દીધા હતા. નવી પરમીટ માટે 25000 રૂપિયા અને રિન્યુઅલ માટે 20000 રૂપિયાની ફી લેવા છે, જે નિયમ મુજબ રોગી કલ્યાણ સમિતિના બેન્ક એકાઉન્ટમાં માત્ર ઓનલાઈન જ રૂપિયા જમા કરાવવાના હોય છે. આરોપીઓએ સરકારમાં રૂપિયા જમા કરાવ્યા વગર અરજદારને માત્ર રિસિપ્ટ આપી હતી.

આ પણ વાંચો: ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવ્યાનું જાહેરમાં કબૂલ્યું, ચૂંટણી ટાણે રાજકારણ ગરમાયું

આ કેસમાં લિકર પરમીટ વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક સહિત 3 કર્મચારીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ હોસ્પિટલ તંત્રે પોલીસને એક રિપોર્ટ તૈયાર કરીને આપ્યો છે. તેમાં 257 રસીદો ખોટી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી કુલ રૂા. 50 લાખથી વધુનું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે.