Get The App

ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂ.108 કરોડના ધુમાડો કર્યો, પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂ.108 કરોડના ધુમાડો કર્યો, પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા 1 - image


Gujarat Government: ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બેરોજગારીની સમસ્યા ફેણ માંડીને ઊભી છે. કારમી મોઘવારીમાં આમજનતા પિસાઈ રહી છે. જીવન જીવવું દોહ્યલું બન્યું છે, ત્યારે પ્રજાલક્ષી અસરકારક કામગીરી કરવાને બદલે રાજ્ય સરકાર માત્રર્ને માત્ર પ્રચાર-માર્કેટિંગ કરવાનું ચાલુ રાખ્યું છે. વાહવાહી મેળવવા માટે રાજ્ય સરકારે 108 કરોડ રૂપિયાનું આંધણ કર્યું છે.

જાહેરાતો પાછળ કરોડોનું આંધણ 

ભાજપ સરકાર તો ઠીક, મંત્રીઓના પીએ-પીએસને પણ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવા સૂચના આપવામાં આવી છે. વિવિધ મંત્રાલયના સોશિયલ મીડિયાના પેજ બનાવી ધૂમ પ્રચાર કરવા આયોજન કરાયુ છે. પોતાના વિભાગની કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે સરકારે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

આ પણ વાંચો: ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી

સરકારે પ્રચાર પ્રસાર કરવા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરોની પણ મદદ લીધી છે. જેના માટે ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ખુદ સરકારે વિધાનસભામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, રાજ્ય સરકારે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પાછળ 108 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.

વિપક્ષનો આરોપ છે કે, જો સરકાર પ્રજાલક્ષી કામો કરતી હોય તો પછી કામ કરતી સરકાર હોવાનું પ્રસ્થાપિત કરવા જાહેરાત-માર્કેટિંગ કેમ કરવુ પડે તે સમજાતું નથી. પ્રજાના ટેક્સના પૈસા સરકાર વાહવાહી માટે ખર્ચી રહી છે જે યોગ્ય નથી.