Gujarat

રાજ્યમાં ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા સરકારનો નવો પ્રયાસ, બે અધિકારીઓની કરી વિશેષ નિમણૂક

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
રાજ્ય સરકારે ખેડૂતોને વાજબી ભાવે ખાતર મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ વિભાગે સબસિડાઈઝ્ડ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરી છે. આ અધિકારીઓ ખાતરના કાળા બજાર, સંગ્રહખોરી અને બનાવટી ખાતરના વેચાણ જેવી ગેરરીતિઓ સામે કડક પગલાં લેશે. ડીલર્સના POS મશીનના આંકડા અને સ્ટોકની ચકાસણી કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા સરકારનો નવો પ્રયાસ, બે અધિકારીઓની કરી વિશેષ નિમણૂક

Gandhinagar News: રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઇઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ખાતર વિતરણમાં પારદર્શિતા લાવવા રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યમાં સબસિડાઇઝડ ખાતરનો ઔદ્યોગિક કે બિન-કૃષિ ઉપયોગ તરફનો ડાયવર્ઝન, સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરવી, કાળા બજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગ કરવા જેવી ગેરરીતિઓ સામે ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

આમ, નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ POS મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતાં 'ટોપ ડીલર્સ'ની પણ વિગતવાર તપાસ કરી શકશે. આ ઉપરાંત, ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે.

આ પણ વાંચો: ‘અમદાવાદની સ્કૂલો રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે ચાલુ રાખી શકાશે…’ અભ્યાસક્રમ પૂર્ણ કરવા DEOની સૂચના

આ તપાસ અધિકારીઓ યુરિયા ખાતરનો વપરાશ કરતાં યુનિટોની પણ મુલાકાત લેશે. તેમજ શંકાસ્પદ યુરિયાના નમુના લઈને ખાતર ઉદ્યોગોમાં ડાયવર્ટ ન થાય તે સુનિશ્ચિત કરશે. દરેક તપાસ અધિકારીના કામગીરીની દેખરેખ માટે નિરીક્ષણ અધિકારીની પણ ઝોન વાઈઝ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર પ્રક્રિયાનું રાજ્યના ખેતી નિયામક દ્વારા રોજેરોજ મોનિટરિંગ કરાશે. જો તપાસ દરમિયાન કોઈ પણ ડીલર કે એજન્સી સ્ટોકમાં અનિયમિતતા, વધુ ભાવ વધારો કે ટેગિંગ જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે તો તેમની સામે કડકમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.