Gujarat

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી

By GS TEAM
7 Apr 20261 min read
TukuTouch Logo
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વીડિયો કોલ મારફતે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને વિવિધ સૂચનો કરાયા હતા. સાથે સાથે એડીજીપી અમિત વિશ્વકર્માને ચૂંટણી અનુસંધાનમાં નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી

Local Elections 2026: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વીડિયો કોલ મારફતે જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને વિવિધ સૂચનો કરાયા હતા. સાથે સાથે એડીજીપી અમિત વિશ્વકર્માને ચૂંટણી અનુસંધાનમાં નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે.

જિલ્લા પોલીસ વડાઓને વિવિધ સૂચનો કરાયા

સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર ગુજરાત સ્તરે ચોક્કસ આયોજન કરવા માટે રાજ્ય પોલીસ વડા ડૉ. કે એલ એન રાવની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વિડીયો કોન્ફરન્સની મદદથી તમામ જિલ્લા પોલીસ વડાઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી.

હાલ આચારસંહિતાની અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા અનુસંધાનમાં આખરી ઓપ આપવા માટે એટીએસના એડીજીપી અમિત વિશ્વકર્માની નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સમાં પોલીસના તમામ યુનિટોને કાર્યવાહી કરવા, પાસાના મહત્તમ કેસ નોંધવા, ખાસ કરીને લાંબા સમયથી ફરાર આરોપીઓ ઝડપી લેવા તેમજ હિસ્ટ્રીશીટર સામે કડક પગલા લેવા માટે સૂચનો કરાયા છે.