Gujarat

ગુજરાતમાં કોરોનાની રફ્તાર વધી: છેલ્લા 24 કલાકમાં 513 કેસ નોંધાયા 38ના મોત

By GS Team
11 Jun 20202 mins read
This article was originally published on 11 Jun 2020
ગુજરાતમાં કોરોનાની રફ્તાર વધી: છેલ્લા 24 કલાકમાં 513 કેસ નોંધાયા 38ના મોત

અમદાવાદ, તા. 11 જુન 2020, ગુરુવાર

રાજ્યમાં કોરોનાની રફ્તાર વધી રહી છે. આજે પણ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવતા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 500ને વટાવી ચુક્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 513 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 38 લોકોના કોરોનાના કારણે મોત થયાં છે. આજના દિવસમાં 366 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 513 કેસ પૈકી આજે અમદાવાદમાં 330 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 86 કેસ, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 22067 થઈ છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 15109 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1385 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 272,924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 38 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1385 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ

330

સુરત

86

વડોદરા

39

ગાંધીનગર

11

ભરૂચ

07

મહેસાણા

05

આણંદ

05

ભાવનગર

03

જામનગર

03

જુનાગઢ

03

બનાસકાંઠા

02

રાજકોટ

02

અરવલ્લી

02

સાબરકાંઠા

02

કચ્છ

02

ખેડા

02

દાહોદ

02

પંચમહાલ

01

ગીર સોમનાથ

01

સુરેન્દ્રનગર

01

છોટા ઉદેપુર

01

નર્મદા

01

અન્ય રાજ્ય

02

કુલ

513