Gujarat

ગુજરાતમાં કોરોનાનો આતંક યથાવત: છેલ્લા 24 કલાકમાં 510 કેસ નોંધાયા, 34ના મોત

By GS Team
10 Jun 20201 min read
This article was originally published on 10 Jun 2020
ગુજરાતમાં કોરોનાનો આતંક યથાવત: છેલ્લા 24 કલાકમાં 510 કેસ નોંધાયા, 34ના મોત

અમદાવાદ, તા. 10 જુન 2020, શનિવાર

રાજ્યમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 34 લોકોના કોરોનાના કારણે મોત થયાં છે. આજના દિવસમાં 370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 510 કેસ પૈકી આજે અમદાવાદમાં 343 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 73 કેસ, વડોદરામાં 35, ભાવનગરમાં 08 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 21554 થઈ છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 69 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 5395 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 14743 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1347 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 266,404 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 34 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1347 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ

343

સુરત

73

વડોદરા

35

ભાવનગર

08

ખેડા

06

રાજકોટ

05

મહેસાણા

04

અરવલ્લી

04

સાબરકાંઠા

04

આણંદ

04

સુરેન્દ્રનગર

04

ગાંધીનગર

02

કચ્છ

02

જામનગર

02

ભરૂચ

02

જુનાગઢ

02

પોરબંદર

02

મોરબી

02

પંચમહાલ

01

પાટણ

01

છોટા ઉદેપુર

01

અન્ય રાજ્ય

03

કુલ

510