ધો.10-12ના ફાઇનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GSEB Result 2026: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામો આગામી સપ્તાહે જાહેર થશે. જેમાં ચોથીએ ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થવાની શક્યતા છે. ત્યારબાદ છઠ્ઠી એ બુધવારે ધો.10નું પરિણામ જાહેર થઈ શકે છે. જ્યારે ગુજકેટનું પરિણામ પણ 12 સાયન્સ સાથે સોમવારે જાહેર થશે.
15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી
ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂરી થયાને દોઢ મહિનો થવા આવ્યો છે અને સેન્ટ્રલ બોર્ડ અને આઇસીએસઈ બોર્ડે પરિણામો જાહેર કરી દીધા છે. અંદાજે ત્યારે ગુજરાત બોર્ડના 15.28 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા એક બે દિવસમાં સત્તાવાર પરિણામ તારીખો જાહેર કરાશે.

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ગત 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી, 18 માર્ચે પૂર્ણ થઈ હતી. બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ 15,27,724 વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ 10માં કુલ 9,07,175 વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે કુલ 5,01,286 વિદ્યાર્થી અને ધોરણ 12 સાયન્સમાં 1.19 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા.
પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી બોર્ડ દ્વારા મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બોર્ડ દ્વારા આ વખતે પણ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ એક જ દિવસે જાહેર કરવામાં આવશે.









