Get The App

સરકારે 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ મૂક્યો

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
સરકારે 10 એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ મૂક્યો 1 - image

Jewellery Imports: ભારત સરકારે ઍસોસિયેશન ઑફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ-એશિયન દેશોમાંથી સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીનાની આયાત કરવા પર અંકુશ લગાવ્યો છે. આ દેશોમાં દારેસલામ, કમ્બોડિયા, બ્રુનેઈ, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, થાઇલૅન્ડ, સિંગાપોર અને વિયેટનામનો સમાવેશ થાય છે. ખાસ કરીને થાઇલૅન્ડથી આ દાગીનાની આયાત ડ્યૂટી ફ્રી થતી હોવાથી તેની આયાત પર અંકુશ લગાવવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય તત્કાળ અમલમાં આવશે.

આ દેશ પાસેથી લાયસન્સ લેવું પડશે

હીરા અને મોતી જડેલા તથા સોના ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓમાંથી બનાવેલા દાગીનાની દારેસલામ, કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, થાઇલૅન્ડ, સિંગાપોર અને વિયેટનામમાંથી આયાત કરવા માટે આયાતકારે લાયસન્સ લેવું પડશે. હા, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ્સ જો આ દાગીનાની આયાત કરે તો તેને માટે લાયસન્સ લેવું પડે છે. જો કે, તેઓ આ રીતે આયાત કરેલા દાગીનાઓ ભારતના બજારમાં વેચી શકશે નહીં, એમ ડિરેક્ટોરેટ ઑફ ફોરેન ટ્રેડની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ અગાઉ ભારત સરકારે ફેબ્રુઆરીમાં પ્લેટિનમમાંથી બનાવેલા દાગીનાની આયાત કરવા પર અંકુશ લગાવ્યા હતા. સોના સાથે ભેળવીને પ્લેટિનમમાંથી બનાવેલા દાગીનાની આયાત કરવામાં આવતી હતી. આ દાગીનાની આયાત પર કોઈ જ ડ્યૂટી ન લાગતી હોવાથી તેઓ સોના મિશ્રિત પ્લેટિનમના દાગીના ડ્યૂટી ભર્યા વિના જ આયાત કરી લેતા હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું.

આ પણ વાંચો: 'ડિજિટલ ગુજરાત' ની વાતો વચ્ચે સરકારી એપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ ખુલી

આ નિર્ણય અગાઉ કરેલા કોન્ટ્રાક્ટ માટે પણ બંધન કર્તા બનશે. આયાતકારે રદ ન કરી શકાય તેવો લેટર ઑફ ક્રેડિટ લઈને આયત કરી હશે તો પણ તેને આ નિયમ લાગુ પડશે. આયાતકારે ઍડ્વાન્સ પેમેન્ટ કરીને પણ આ પ્રકારના દાગીનાની આયાત કરી હશે તો પણ તેને આયાત પર અંકુશ લગાવતો આ નવો નિયમ લાગુ પડશે. તેમ જ અગાઉ શિપમેન્ટ કરી દેવાયેલા કન્સાઇનમેન્ટ માટે પણ નવો નિયમ લાગુ પડશે.

આ અંકુશ કેમ લાગવવામાં આવ્યો?

ગયા વરસે પણ ભારત સરકારે 99 ટકાથી ઓછી શુદ્ધતા ધરાવતા પ્લેટિનમના દાગીનાની આયાત પર અંકુશ લગાવ્યો હતો. સોના અને પ્લેટિનમ પર લાગતી આયાત ડયૂટી વચ્ચેના તફાવતનો લાભ લેવા માટે આ અંકુશો મૂકવામાં આવ્યા હતા. એશિયન દેશોમાંથી શૂન્ય ટકા ડ્યૂટી સાથે સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીના આયાત કરવાની છૂટનો ગેરલાભ ઊઠાવવામાં આવતો હોવાથી આ અંકુશ લાગવવામાં આવ્યો છે. યુનાઈટેડ આરબ અમીરાત સાથે મોસ્ટ ફેવર્ડ નેશન તરીકે થયેલા કરાર હેઠળ પણ સોના, ચાંદી અને પ્લેટિનમના દાગીના 20 ટકા આયાત ડ્યૂટી ભરીને ઇમ્પોર્ટ કરવા દેવામાં આવે છે. એશિયન કંટ્રીઝના જૂથના દસ દેશોમાંથી તેની આયાત ડ્યૂટી મુક્ત આયાત કરવામાં આવતી હતી.