Get The App

12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ 1 - image


Godhra – Vadodara Section of Delhi – Mumbai Expressway: કેન્દ્રીય પરિવહન મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો ગોધરા-વડોદરા હિસ્સો તૈયાર થઈ ગયો છે. 13 એપ્રિલ 2026થી આ રૂટ પર ટ્રાયલ રન શરૂ કરાયા છે. આ 8 લેન એક્સપ્રેસ-વેના કારણે દિલ્હી અને મુંબઈ વચ્ચેનું 1,386 કિ.મી.નું અંતર માત્ર 12 કલાકમાં કપાઈ જાય તેવી શક્યતા છે. 

એક્સપ્રેસ-વેનો વધુ એક હિસ્સો શરૂ કરાયો, જાણો ખાસિયત 

- પંચમહાલના ગોધરા પાસેના ભામૈયા ગામથી વડોદરા પાસેના દોડકા ગામ સુધી એક્સપ્રેસ વેનો નવો હિસ્સો શરૂ થયો છે.

- આ રૂટથી ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે.

- આ એક્સપ્રેસ-વે પર વાહનોની સ્પીડ લિમિટ 100થી 120 કિમી/કલાક નક્કી કરવામાં આવી છે.

એક્સપ્રેસ-વેના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ

આ એક્સપ્રેસ-વે 'એક્સેસ-કંટ્રોલ્ડ' છે, એટલે કે તમે માત્ર નક્કી કરેલા સ્થળોએથી જ એન્ટ્રી કે એક્ઝિટ લઈ શકાશે. સમગ્ર એક્સપ્રેસ-વેમાં કુલ 90 એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ બનાવવામાં આવશે. 

ગુજરાત: દાહોદ, વડોદરા, ભરૂચ અને સુરત

મધ્યપ્રદેશ: મંદસૌર અને રતલામ

રાજસ્થાન: દૌસા, લાલસોટ અને કોટા

દિલ્હી/NCR: DND, ફરીદાબાદ અને સોહના

મહારાષ્ટ્ર: પાલઘર અને નવી મુંબઈ

ગુજરાતને મધ્ય પ્રદેશ સાથે જોડવાનો પણ પ્લાન 

મે 2026ના અંત સુધીમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર સુધીનું કામ પૂર્ણ થવાની ધારણા છે. જ્યારે આખો એક્સપ્રેસ-વે ઝાબુઆ સુધી ખુલશે, ત્યારે મુસાફરોને મોટી રાહત મળશે. દિલ્હીથી ગુજરાત સુધીની સીધી કનેક્ટિવિટી 2026ના અંત સુધીમાં અને મુંબઈ સુધીનો સંપૂર્ણ રસ્તો આવતા વર્ષ સુધીમાં શરૂ થવાની શક્યતા છે.