Get The App

'રોકેટ કેમ ઉડાડ્યું' તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામે ફરિયાદ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
'રોકેટ કેમ ઉડાડ્યું' તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામે ફરિયાદ 1 - image


Godhra Hotel Owner Attacked Over Minor Issue: પંચમહાલના ગોધરા શહેરના ITI રોડ પર આવેલી એક હોટલના સંચાલક સાથે કેટલાક માથાભારે તત્ત્વોએ નજીવી બાબતે ઝઘડો કરી મારામારી હતી. આ સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમગ્ર મામલે હોટલ સંચાલકે ગોધરા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

નજીવી બાબતે તકરાર બાદ મારામારી 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના ITI રોડ પર કમલ જૈન 'ઈટ આઉટ' નામની હોટલ ચલાવી પોતાનો વ્યવસાય કરે છે. રાત્રિના સમયે કેટલાક માથાભારે શખસો હોટલ પર ધસી આવ્યા હતા અને 'તમે અહીં રોકેટ કેમ ઉડાવી?' તેમ કહીને કમલ જૈન સાથે બોલાચાલી અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એટલામાં ઉશ્કેરાયેલા શખસો હોટલના સંચાલક પર તૂટી પડ્યા હતા. 

4 શખસો સામે ગુનો દાખલ

મારામારીની ઘટનાને પગલે હોટલ સંચાલકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોધરા એ ડિવિઝન પોલીસે કમલ જૈનની ફરિયાદના આધારે શહેરના માથાભારે તત્ત્વોમાં મુકેશ વણઝારા, કરણ વણઝારા, કિશન વણઝારા અને યુવરાજ વણઝારા વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

CCTV ફૂટેજ વાઈરલ 

સમગ્ર ઘટના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે, જેમાં આરોપીઓ હોટલ સંચાલક સાથે ઝઘડો કરતા નજરે પડે છે.