Gujarat

ઇન્સ્ટાગ્રામની મિત્રતાના કારણે યુવતી ઘર છોડી સોમનાથ પહોંચી

By GS TEAM
8 Oct 20251 min read
ઇન્સ્ટાગ્રામની મિત્રતાના કારણે યુવતી ઘર છોડી સોમનાથ પહોંચી

નવસારી જિલ્લાની નિવાસી  યુવતીની માતાને જાણ થતાં ઠપકો આપ્યો'તો : અભયમ્ ટીમ દ્વારા કાઉન્સેલિંગ બાદ પિતાનો સંપર્ક : સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાયો

વેરાવળ, : ઇન્સ્ટાગ્રામમાં મિત્રતાના કારણે જન્મદાતાઓને ત્યજીને સોમનાથ પહોંચેલી યુવતીને 181ની ટીમે મદદ કરી અને વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત આશ્રય અપાવ્યો છે.  વેરાવળ રેલવે સ્ટેશનનાં કેમ્પસમાં એક અજાણી યુવતી લાંબા સમયથી બેઠી હતી. અને પૂછપરછ દરમિયાન કોઇ માહિતી ન આપતા વેરાવળ રેલવે પોલીસે 181  મહિલા અભયમ્ ટીમને કોલ કરી માહિતી આપી. આથી ટીમ આ સ્થળે તાત્કાલિક પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. 

પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે, નવસારી જિલ્લાની નિવાસી  છે, અને ઇન્સ્ટાગ્રામ મારફતે બે પુરૂષ મિત્રો સાથે સતત વીડિયોકોલ અને ચેટ દ્વારા વાતચીત ચાલુ હતી અને લગ્ન સુધીની વાતો થઇ ગઇ હતી. આ બાબત યુવતીની માતાને જાણ થતાં યુવતીને ઠપકો આપ્યો અને વાતચીત બંધ કરવા સુચના આપતા રોષમાં યુવતી કોઇને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઇ હતી. અને ટ્રેન દ્વારા સોમનાથ પહોંચી હતી. કાઉન્સેલિંગ બાદ યુવતીએ પિતાનો સંપર્ક નંબર આપતાં પિતા અને બહેન સાથે વાત કરીને યુવતી સુરક્ષિત હોવાની જાણ કરી હતી.