Gujarat

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે

By GS Team
28 Aug 20252 mins read
This article was originally published on 28 Aug 2025
TukuTouch Logo
ગણપતિ ઉત્સવ નિમિત્તે દર વર્ષે કંઈક નવું અને અનોખું કરીને યુવાનોને ધર્મ તથા સર્જનાત્મકતા તરફ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે, મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતાં ડૉ. અદિતિ મિત્તલે આ વર્ષે એક અનોખી પહેલ કરી છે. તેમણે 50 કિલોગ્રામ બટાકામાંથી 5.25 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે, જેને તેમણે પ્રેમથી 'અન્નદાતા ગણેશ' નામ આપ્યું છે. આ અનોખી મૂર્તિ હાલ મુંબઈના લોઅર પરેલ વેસ્ટ વિસ્તારમાં મેરેથોન નેક્સ્ટ ઝેન બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા 'અન્નદાતા ગણેશ', વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે

Ganesh Chaturthi 2025 : ગણપતિ ઉત્સવ નિમિત્તે દર વર્ષે કંઈક નવું અને અનોખું કરીને યુવાનોને ધર્મ તથા સર્જનાત્મકતા તરફ આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે, મૂળ સુરતના અને હાલ મુંબઈમાં રહેતાં ડૉ. અદિતિ મિત્તલે આ વર્ષે એક અનોખી પહેલ કરી છે. તેમણે 50 કિલોગ્રામ બટાકામાંથી 5.25 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી છે, જેને તેમણે પ્રેમથી 'અન્નદાતા ગણેશ' નામ આપ્યું છે. આ અનોખી મૂર્તિ હાલ મુંબઈના લોઅર પરેલ વેસ્ટ વિસ્તારમાં મેરેથોન નેક્સ્ટ ઝેન બિલ્ડિંગમાં સ્થાપિત કરવામાં આવી છે.

અલગ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા

ડૉ. અદિતિએ જણાવ્યું કે, 'પર્યાવરણને અનુકૂળ આ પ્રતિમાનું વિસર્જન થયા બાદ તેમાંથી નીકળેલા બટાકાને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.' તમને જણાવી દઈએ કે, ડૉ. અદિતિ મિત્તલ છેલ્લા આઠ વર્ષથી સતત આ પ્રકારની ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યા છે. તેઓ સુરતમાં રહીને તરબૂચ, સૂકા મેવા, નારિયેળ, મકાઈ, સાબુ, માટીના ક્યૂ-લેમ્પ જેવી વિવિધ ચીજવસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવે છે. 


આ પણ વાંચો: સુરતના બેગમ પુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા, માત્ર દિવાના પ્રકાશમાં થાય છે બાપ્પાના દર્શન

વિસર્જન પછી આ મૂર્તિઓનો પ્રસાદ તરીકે વિવિધ સ્થળોએ વિતરણ કરવામાં આવે છે. તેમની આ અનોખી કલાકારીને કારણે ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને ગુજરાત બુક ઑફ રેકોર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાઈ ચૂક્યું છે. ડૉ. અદિતિએ પોતાના ગણપતિજીની અલગ-અલગ મૂર્તિઓ બનાવવાનો શોખ હજુ પણ જીવંત રાખ્યો છે અને દર વર્ષે નવા કીર્તિમાન સ્થાપે છે.