Get The App

સયાજીગંજના વિઝા કન્સલટન્ટે રશિયાના વિઝાના નામે દોઢ લાખ પડાવી ઓફિસને તાળાં મારી દીધા

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
સયાજીગંજના વિઝા કન્સલટન્ટે   રશિયાના વિઝાના નામે દોઢ લાખ પડાવી ઓફિસને તાળાં મારી દીધા 1 - image

વડોદરાઃ સયાજીગંજના એક વિઝા કન્સલટન્ટે રશિયાના વિઝાના નામે રૃ.દોઢ લાખની ઠગાઇ કરી ઓફિસ  બંધ કરી દેતાં તેની સામે ફરિયાદ નોંધાઇ છે.

ગોત્રીના તિલકનગરમાં રહેતા નિરંજન ચૌહાણે પોલીસને કહ્યું છે કે,ડિસેમ્બર-૨૦૨૪માં મારે રશિયા જવું હોવાથી વર્ક વિઝા માટે ફિનિક્સ કોમ્પ્લેક્સમાં વી વર્લ્ડ વિઝા નામની ઓફિસમાં સંચાલક વિરલ દિનેશ ભાઇ શાહને મળ્યા હતા.

વિરલે ૬૦ દિવસમાં વિઝા મળી જશે તેમ કહી રૃ.૧.૫૦ લાખ પડાવ્યા હતા.પરંતુ ત્યારબાદ વિઝા મળ્યા નહતા કે રૃપિયા પણ પરત કર્યા નથી.જેથી સયાજીગંજ પોલીસે સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.