Get The App

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી 1 - image

જોરાવનગર પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો

બિહારના પ્રભારીઓ ચૂંટણીલક્ષી આથક મેનેજમેન્ટ સંભાળતા હતા ઃ મકાન માલિક સામે પણ ગુનો દાખલ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગરના રતનપર ખાતેથી આમ આદમી પાર્ટીના મેનેજમેન્ટ વિભાગના ચાર પ્રભારીઓની જોરાવનગર પોલીસે ધરપકડ કરી છે. ભાડાના મકાનમાં રહેતા આ પ્રભારીઓ પાસેથી દારૃની બોટલો અને મોબાઈલ ફોન મળી આવતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી જોરાવનગર પોલીસે 'આપ'ના ચાર પ્રભારીઓ પુનિત શિવપ્રકાશ, પ્રશાંત ઝા, અભયસિંગ અશોકકુમાર અને રાકેશસિંઘની અટકાયત કરી છે. બિહારથી ખાસ મેનેજમેન્ટ માટે આવેલા આ નેતાઓના નિવાસસ્થાનેથી તપાસ દરમિયાન દારૃની બે બોટલો મળી આવતા પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બે દારૃની બોટલો અને ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે. જોરાવનગર પોલીસે આ મામલે ૨૪ કલાક કસ્ટડીમાં રાખી જામીન આપવાની તજવીજ શરૃ કરી છે.

આ સાથે જ, નિયમ મુજબ પરપ્રાંતીય ભાડુઆતોની જાણ પોલીસને ન કરવા બદલ અને ભાડા કરાર ન કરવા બદલ મકાન માલિક અનિલ જીવરાજભાઈ નાગર સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ દ્વારા ચારેય આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવી રહેલા આપના શહેર પ્રમુખ કમલેશ કોટેચા, વઢવાણ વિધાનસભાના પ્રભારી દીપક ચિહાલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ સામે ફરજ રૃકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

આથક વ્યવહારોની તપાસની શક્યતા (બોક્સ)

ઝડપાયેલા ચાર પ્રભારીઓ સુરેન્દ્રનગર લોકસભા અને વિધાનસભા સ્તરે સભા, મંડપ ડેકોરેશન અને જમણવાર સહિતના તમામ ખર્ચનો હિસાબ રાખતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે જપ્ત કરાયેલા ફોનમાંથી ગુજરાત લેવલના આથક લેવડ-દેવડના મોટા ડેટા મળી શકે છે.