Get The App

કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો

હાઇવેના કારણે માત્ર ૭ મહિનામાં જ સાડા ચાર કરોડનો દારૃ પકડાયો

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો 1 - image

 વડોદરા,કરજણ પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા ૭ મહિના દરમિયાન પકડાયેલા સાડા ચાર કરોડની કિંમતના વિદેશી દારૃના જથ્થાનો આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો છે.

કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સપ્ટેમ્બર ૨૦૨૫ થી માર્ચ - ૨૦૨૬ દરમિયાન  પ્રોહિબીશનના નોંધાયેલા ૧૮ ગુનાઓમાં કુલ ૧,૩૭,૬૧૨ દારૃની બોટલ કિંમત રૃપિયા ૪.૪૫ કરોડની કબજે કરવામાં આવી હતી. આ દારૃનો નાશ કરવા માટે  અદાલતની પરમિશન લેવામાં આવી હતી. ત્યારબાદ આજે ઉચ્ચ  અધિકારીઓની હાજરીમાં બામણગામ ખાતે આવેલી એક કંપનીની ખુલ્લી જગ્યામાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કરજણ પોલીસ સ્ટેશનની હદમાંથી  પસાર તથા નેશનલ અને મુંબઇ - દિલ્હી એક્સપ્રેસ હાઇવે પરથી સૌથી વધુ દારૃનો જથ્થો પકડાતો હોય છે.